*ગુજરાતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે ફ્રી શિપ કાર્ડ યોજના ખુબ જ અગત્ય અને મહત્વપૂર્ણ માહિતી અને કઈ રીતે અને ક્યાંથી ફ્રી શિપ કાર્ડ કઢાવી શકાય તેની માહિતી આપેલ છે..*
*ફ્રી-શિપ કાર્ડ વિશે અગત્ય ની માહિતી.* 👍😊
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 21/08/2013ના ઠરાવ થી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ માં ફ્રી શિપ કાર્ડ આપવાની યોજના અમલ હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કચેરીઓ પાસે મેળવેલ ફ્રી શિપ કાર્ડ સ્વનિર્ભર સંસ્થાઓ માં રજુ થયેલી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ફી લીધા શિવાય પ્રવેશ આપવામાં આવતો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ જયારે શિષ્યવૃત્તિ નું ફોર્મ ભરે ત્યારે સંબધિત સંસ્થાને સરકાર દ્વારા શિક્ષણ ફી ચુકવવામાં આવતી હતી. જયારે નિભાવ ખર્ચ તથા અન્ય ફી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવતી હતી.
આપ શ્રી જાણો છો કે ગુજરાતના દલિત અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અત્યંત દારુણ, ગરીબ પરિવારો માંથી આવતા હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક ( ધોરણ 12 પછી નો અભ્યાસ ) કોર્સ માટે સરકારી સંસ્થાઓ માં ખુબજ અલ્પ પ્રમાણ માં બેઠકો ઉપલબ્ધ હોય છે અને આથી શિક્ષણ પ્રાપ્ત કરવા ખાનગી કોલેજ માં પ્રવેશ મેળવ્યા વગર શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેમ નથી. પરંતુ ખાનગી કોલેજ / યુનિવર્સિટીઓ માં ખુબ જ ઊંચી ફી હોવાના કારણે તેઓ આવી સંસ્થાઓ માં પ્રવેશ મેળવી શકતા ન હતા. પરંતુ સરકારશ્રી ની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજનાના કારણે આવા ગરીબ અને કંચડાયેલા વર્ગના વિદ્યાર્થીઓ માટે ખાનગી કોલેજ/યુનિવર્સિટીઓ માં પ્રવેશ મેળવવાનું શકય બન્યું હતું.
*ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ( S C. ) અને અનુસૂચિત જનજાતિ( ST ) વર્ગના વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો ઉપયોગ કરી ને કોઈ પણ પ્રાઇવેટ કોલેજ માં મફત માં શિક્ષણ મેળવી શકે છે.*
તો ચાલો આ લેખ માં જાણીએ ફ્રી શીપ કાર્ડ શું છે ?, ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજો શું છે ? ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ? ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી ?
*ફ્રી - શીપ કાર્ડ શું છે ?*
(Freeship Card Gujarat)
આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ( પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં ) પ્રવેશ મેળવવામાંગતા હોય અને જેમને પ્રવેશ મેળવેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડ” દ્વારા જે તે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે . આમ તેમા વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ ખાતામાં જઈ ને ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરવાની રહેશે .
ત્યારબાદ તે ફ્રી શીપ કાર્ડ મેળવી જે તે પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમીશન મેળવી શકે છે . આમ તે વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ (Freeship Card) રજૂ કરી પોતાની જેટલી ફી ભરવાની હોઈ તે માફ કરાવી શકે છે.
*ફ્રી - શિપ કાર્ડ યોજના.*
પ્રાઇવેટ કોલેજો માં ફી વધારે હોવાથી આર્થિક રીતે ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકતા નથી. કારણકે આર્થિક પરિસ્થિથી એટલી સારી હોતી નથી કે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં એટલી વધારે ફી ભરી અભ્યાસ કરાવી શકે નહિ. પણ હવે તે સરકાર દ્વારા શક્ય બનાવામાં આવ્યું છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના " અંતર્ગત " Freeship card ” ની યોજના અમલમાં મુકવામાં આવી છે.
તેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં ભણવા માટે અનુસૂચિત જતી અને જનજાતિ ના બાળકો આસાની થી ફી ભર્યા વગર જ ફ્રી શિપ કાર્ડ યોજના નો લાભ લઇ ને એડમિશન મેળવી શકે છે અને સારી રીતે અભ્યાસ કરી શકે છે. ભારત સરકાર ની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના મુજબ ના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો લાભ લઇ શકે છે.ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ.૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે.
*ફ્રી - શિપ કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ. આ પ્રમાણે.*
*નીચે પ્રમાણે જે ડોક્યુમેન્ટ આપેલ છે તે વિદ્યાર્થીએ જે જિલ્લા માં રહેતા હોય અને જે જિલ્લા ડોક્યુમેન્ટ હોય ત્યાંથી ફ્રી શિપ કાર્ડ નીકળશે..* 👍
*1.. ફ્રી શિપ કાર્ડ માટે એડમિશન લેટર ખુબ જ જરૂરિ છે તેની સાથે નીચે આપેલ વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ આપવા જિલ્લા સમાજ કલ્યાણ માં..* 👍🙏
( 1 ) રેશનકાર્ડ / ચુંટણી કાર્ડ / આધાર કાર્ડ ની પ્રમાણિત નકલ
( 2 ) બેંક ખાતાનંબર માટે પાસબુકના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ
( ૩ ) સ્કુલ લિવિંગ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ }
( 4 ) જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
( 5 ) એસ.એસ.સી. પાસ થયાની તથા પછીના શૈક્ષણિક વર્ષની માર્કશીટની પ્રપાણિત નકલ
( 6 ) ગતવર્ષની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
( 7 ) વિદ્યાર્થીના માતા પિતા નોકરી કરતાં હોય તો કચેરી / સંસ્થાનો ગત વર્ષના વાર્ષિક આવકના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
( 8 ) SSC અને તે પછીના અભ્યાસક્રમોમાં તૂટ પડેલ હોય તો તે અંગેના કારણ અને શું પ્રવૃતિ કરેલી છે તે અંગેનો તથા તૂટનો સમય ૧ વર્ષ કરતાં વધુ હોય તો તે સમય દરમિયાન કોઇ પણ પ્રકારની અભ્યાસક્રમાં કરી શિષ્યવૃત્તિ મેળવેલ નથી તે કોઇપણ પ્રકારની નોકરી કરી નથી તે અંગેનું એકસર નામુ રજુ કરવાનું રહેશે . આમ સ્વનિર્ભર સંસ્થાઓમાં જેની ફી બહુ જ વધુ હોવાના કારણે SC - ST વર્ગના જે વિદ્યાર્થીઓ ફી ભરવા માટે સક્ષમ હોતા નથી અને એડમિશન મેળવી શકતા નથી પણ Freeship card રજુ કરી વિદ્યાર્થીઓ પોતાની ભરવા પાત્ર શિક્ષણ ફી માફ કરાવી એડમિશન મેળવી શકે છે.
👉 *નોંધ*
વર્ષ 2020 -23 દરમિયાન પ્રાયવેટ યુનિવર્સિટીઓ માં ભણતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓને પોતાના કોર્સ ની સરકાર દ્વારા પુરી *Fee* ચુકવણી કરવામાં ના આવેલ હોય તો જણાવજો.
હવે વર્ષ 2023-24 માં ફ્રી શિપ કાર્ડ પર જો કોઈ પ્રાયવેટ યુનિવર્સિટી અને કોલેજ ફ્રી શિપ કાર્ડ accept ના કરે તો જણાવજો.
*તમામ લોકો વધારે માં વધારે 10 લોકો સુધી ફોરવર્ડ કરો.* 👍🙏
*- સિદ્ધાર્થ પરમાર.*
*- સંસ્થાપક. વિદ્યાર્થી અધિકાર અભિયાન.*
MO.6352308581
🤝🤝🤝🤝🤝🤝🤝🤝
*જાણો ફ્રિ શીપ કાર્ડ વિશે તમામ માહિતી*
👉 ફ્રી શીપ કાર્ડ માટે આવક મર્યાદા કેટલી ?
👉 ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ
👉 કઈ જગ્યાએથી ફ્રી શીપ કાર્ડ નીકળે ?
અગત્યની લીંક
અનુસૂચિત જાતિની કન્યાઓને કે જેમના વાલીની વાર્ષિક આવક 2.50 લાખથી 6.00 લાખ સુધીની હોય તેમના માટે ફ્રી શીપ કાર્ડ યોજના અંતર્ગત BCK 5 હેઠળ શિષ્યવૃત્તિ આપવા બાબત પરિપત્ર 13/9/2024
No comments:
Post a Comment