*પાન કાર્ડ 2.0 વિશે*
74 કરોડ લોકો માટે જરૂરી સમાચાર! 'બેકાર' થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો QR કોડવાળું નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?
સવાલ- કેટલું અલગ હશે નવું PAN કાર્ડ?
જવાબ- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યાં મુજબ પાન કાર્ડનું આ નવું વર્ઝન ( PAN Card 2.0) ફક્ત નવા ફીચર્સથી લેસ હશે. લોકોના પાન નંબરમાં કોઈ ફેરફાર નહીં હોય. તમારો નંબર એ જ રહેશે. આ કાર્ડ પર એક ક્યૂઆર કોર્ડ આપવામાં આવશે. જેમાં ટેક્સપેયર્સની તમામ જાણકારીઓ હશે. QR કોડવાળા નવા PAN કાર્ડથી ટેક્સ ભરવો, કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું, બેંકમાં ખાતું ખોલાવવા જેવા કામો સરળ બની જશે.
સવાલ- શું મારું હાલનું PAN કાર્ડ બંધ થઈ જશે?
જવાબ- જૂના PAN કાર્ડ ને અપગ્રેડ કરાવવા કે નવા PAN કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે કે તમારો PAN નંબર એ જ રહેશે. જો PAN નંબર એ જ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના કાર્ડ બેકાર થવાનો સવાલ ઉઠતો નથી. અશ્વિની વૈષ્ણવે પણ સ્પષ્ટ રીતે કહ્યું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં. જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા તમામ કામ જૂના PAN કાર્ડથી કરતા રહેશો.
સવાલ- શું અમને નવું PAN કાર્ડ મળશે?
જવાબ- હા તમને નવું PAN કાર્ડ મળશે, હાલના પાન કાર્ડ ધારકોને નવા કોર્ડ માટે ક્યાંય અરજી કરવાની જરૂર નથી કે ન તો તેના માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે. નવું પાન કાર્ડ તમારા ઘર પર ડિલિવર કરવામાં આવશે.
સવાલ- નવા પાન કાર્ડ માટે કેટલી ફી?
જવાબ- નવા PAN કાર્ડ માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. સરકાર સીધા તમારા એડ્રસ પર ક્યૂઆર કોડવાળા નવા PAN કાર્ડ મોકલશે. એટલે કે કોઈ અરજી કરવાની ઝંઝટ નથી કે ન તો પૈસા ખર્ચવાની જરૂર.
સવાલ- નવા PAN કાર્ડમાં શું શું નવી સુવિધાઓ મળશે?
જવાબ- અશ્વિની વૈષ્ણવના જણાવ્યાં મુજબ નવા કાર્ડમાં ક્યૂઆર કોડ જેવી સુવિધાઓ હશે. નવા પાન કાર્ડમાં કાર્ડની ટેક્નોલોજી સંપૂર્ણ રીતે અપગ્રેડ કરવામાં આવશે, જેથી કરીને તેના ઉપયોગને સરળ અને સુરક્ષિત બનાવી શકાય. PAN કાર્ડ સંલગ્ન તમામ સેવાઓ માટે એક ઈન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. કાર્ડધારકની સાથે ફ્રોડ રોકવા માટે અને નાણાકીય સુરક્ષા માટે નવા પાન કાર્ડમાં સિક્યુરિટી ફીચર પણ લગાવવામાં આવશે.
સવાલ- ક્યાં બનશે નવું PAN કાર્ડ?
જવાબ- અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નવા PAN કાર્ડ માટે લોકોએ કશું કરવાની જરૂર નથી. તેના માટે અરજી કરવાની જરૂર નથી કે ફી પણ નહીં આપવી પડે. આવકવેરા વિભાગ તરફથી નવું પાન કાર્ડ તમારા રજિસ્ટર્ડ એડ્રસ પર મોકલવામાં આવશે. એટલે કે તમારું પાન ઓટોમેટિકલી અપગ્રેડ થઈ જશે.
સવાલ- કેમ નવા PAN કાર્ડની જરૂર પડી?
જવાબ- અશ્વિની વૈષ્ણવના જણાવ્યાં મુજબ હાલના સમયમાં પાન કાર્ડને ઓપરેટ કરનારા સોફ્ટવેર 15થી 20 વર્ષ જૂના છે. આ સોફ્ટવેરોના કારણે અનેકવાર પરેશાની આવે છે. આથી નવા PAN કાર્ડમાં સિસ્ટમને ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે. જેથી કરીને ફરિયાદો, ટ્રાન્ઝેક્શન, ટેક્સ ફાઈલિંગ જેવા કામોની પ્રોસેસ ઝડપથી થઈ શકે. આ ઉપરાંત નવા પાન કાર્ડ સિસ્ટમથી ફેક પાન કાર્ડને અને ફ્રોડને પણ રોકી શકાશે. નવી સિસ્ટમની જરૂર એટલા માટે પડી કારણ કે ભવિષ્યમાં પાન કાર્ડ યુનિવર્સલ આઈડી તરીકે કામ કરશે.
No comments:
Post a Comment