ખેડૂત 6000 ₹ મોબાઈલ સહાય યોજના || Khedut Mobile Sahay Yojana 2023

Pravin Dabhani
0

ખેડૂત 6000 ₹ મોબાઈલ સહાય યોજના || Khedut Mobile Sahay Yojana 2023 

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં વર્ષ 2023-24 માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં પશુપાલની યોજનાઓ 2023, બાગાયતી યોજનાઓ વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેમાં ઘણી બધી યોજનાઓ ખેડૂતો, પશુપાલકો માટે ચાલે છે. જેમાં મફત ખાણ-દાણ સહાય યોજના, પાવર ટીલર સહાય યોજના વગેરે કાર્યરત છે.

વર્તમાન ડિજીટલ યુગ છે. અત્યારે હાલમાં Artificial Intelligence, Chat GPT, Open AI વગેરે ટેકનોલોજી આવી રહી છે. ત્યારે ગુજરાતના ખેડૂતો પણ ડિજીટલ બને તેવુ ધ્યેય રાખ્યું છે. ડીજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ યોજના દ્વારા ખેડૂત મોબાઈલ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. Khedut Mobile Sahay Yojana 2023 નો લાભ લેવા માટે શું શું ડૉક્યુમેન્‍ટ જોઈએ, કેવી રીતે લાભ મળે તેની માહિતી મેળવીશું. 

ભારત દેશમાં અને ગુજરાતમાં કૃષિક્ષેત્રે Digital Service નો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો IT Technology ના ઉપયોગ થકી અવનવી તકનીક અપનાવી રહ્યા છે. આ તકનીકના ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડીજીટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્વવની માહિતી, નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવી શકે છે. જેના માટે સ્માર્ટફોનની ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને ધ્યાને રાખીને કૃષિ વિભાગ દ્વારા Gujarat Farmer Free Smartphone Scheme 2023 બનાવેલ છે.

  ખેડૂતો smartphone ઉપયોગ દ્વારા ખેતી વિષયક માટે ફોટોગ્રાફ્સ, ઈ-મેઈલ, SMS તથા વીડિયોની આપલે કરી શકે છે. જેનાથી રાજ્યના ખેડૂતો વધુ માહિતીસભર થશે. જેને ધ્યાને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો ડિજિટલ કેમેરા, મલ્ટી મીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેકટીવિટી વગેરે સુવિધા સાથેના સ્માર્ટફોન ખરીદી તો સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના શા માટે ?

ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે. 

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023

  • યોજનાનું નામ : ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023
  • ભાષા : ગુજરાતી અને અંગ્રેજી
  • ઉદ્દેશ. : રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે
  • સ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સુધી સહાય આ બન્નેમાંથી જે ઓછું હોય તે
  • લાભાર્થી : રાજ્યના ખેડૂતો
  • સહાય : રાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો
  • રૂ.6000/- સુધીની સહાય અથવા ખરીદ કિંમત પર 40 % સુધી સહાય.
  • ઓફિશીયલ વેબસાઈટ : Ikhedut Gujarat
  • અરજી કરવા માટેની તારીખ : 15/05/2023 થી ઓનલાઈન ચાલુ
  • ઓનલાઈન અરજી કરવા માટેની Direct Link : Ikhedut Portal Direct Link

ખેડૂત સ્માર્ટફોન સહાય માટે જરૂરી ડૉક્યુમેન્ટ

 જે ખેડૂત મિત્રો ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં આઇ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઇન અરજી કરવાના છે તેઓએ નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ ની નકલ જોડવાની રહેશે

  •  આધાર કાર્ડ ની નકલ 
  •  બેંક ખાતાની નકલ
  •  મોબાઇલનું IMEI નંબર
  •  7 12 8 ની નકલો 
  •  સ્માર્ટફોન ખરીદી જ્યાંથી કરી હોય તે દુકાનદાર પાસેથી જીએસટી નંબર ધરાવતું અસલ બિલ રજુ કરવાનું રહેશે

Apply Online for Ikhedut portal 2023 yojana

  • સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં ખોલો.
  • હવે હોમપેજ પર “યોજનાઓ ” તેવો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.

  • ત્યારબાદ નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરો.

  • હવે નવા પેજમાં બીજા ક્રમ નંબર પર સ્માર્ટફોન ની ખરીદી પર સહાય નામની યોજના દેખાશે તેના પર ક્લિક કરો.
  •  ત્યારબાદ સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના ની સામે “અરજી કરો” ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરી.
  • જો તમે અગાઉ કોઈ  ખેતીવાડી યોજનાઓ માટે આઈ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” ઓપ્શન પસંદ કરી આગળ વધો.
  • હવે તમારો આધાર કાર્ડ અને મોબાઇલ નંબર નાખવાનો તમારી અરજી ફોર્મ ભરી શકો.
  • પરંતુ જો તમે આઈ ખેડૂત પોર્ટલ પર રજિસ્ટર યુઝર નથી તો “ના” વિકલ્પ પસંદ કરો
  • હવે નીચે મુજબનું ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં તમારી પર્સનલ માહિતી નાખવાની રહેશે.

હવે આગળ ના પેજ માં તમારા જમીનની માહિતી અને બીજી બધી માંગેલી માહિતી નાખી તમારું ફોર્મ એકવાર ચકાશી લો.
જો તમારી ખેડૂત સહાય યોજના નું ફોર્મ બરાબર છે તો તમે તમારી અરજી સબમિટ કરી શકો છો.
Khedut Mobile Sahay Yojana 2023 નું અરજી ફોર્મ પ્રિન્ટ નિકાળી જરૂરી ડૉક્યુમેન્ટ જોડી નજીકની ખેતીવાડી કચેરી ખાતે તમારુ ફોર્મ જમા કરવાનું રહેશે.
ગુજરાત સરકાર કૃષિ અને સહકાર વિભાગ દ્વારા Khedut Mobile Sahay Yojana 2023 ની ઓનાલાઇન અરજી તારીખ 15/05/2023 થી સ્વીકારવામાં આવશે અને તેની છેલ્લી તારીખ હજુ સુધી જાહેર થઈ નથી, તો જલ્દીથી તમાર બધા ડૉક્યુમેન્ટ એકઠા કરો અને ખેડૂત મોબાઈલ સહાય યોજના માં અરજી કરો. 

ખેડૂત સહાય યોજના પ્રશ્નોત્તરી

Khedut Mobile Sahay Yojana 2023 માં કેટલી સહાય મળે છે ?

ખેડૂત સહાય યોજના માં ખેડૂતને મોબાઈલની ખરીદ પર રૂપિયા 6000 સુધીની સહાય મળે છે?

ખેડૂત સહાય યોજના 2023 માં કઈ કઈ યોજનાનો સમાવેશ થાય છે ?

આઈ ખેડૂત પોર્ટલ પર ખેતિવાડીને લગતી 52 યોજનાઓ નો સમાવેશ થાય છે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના માં કેટલી સબસિડી મળે છે ?

ખેડૂત સહાય યોજના અંતર્ગત ખેડૂતને મોબાઇલની ખરીદી પર 40% સબસિડી મળે છે પણ મોબાઈલ ની કિમત વધુ હોય અને સબસિડી 6000 થી વધુ હોય તો તેને 6000 રૂપિયા સહાય મળશે.


ગુજરાત ખેડૂત સહાય યોજના માટે સત્તાવાર સાઇટ કઈ છે ?

ખેડૂતો માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ માટેની સત્તાવાર સાઈટ https://ikhedut.gujarat.gov.in/ ..

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !