શાળાથી બાળકોને લાવવા લઈ જવા વપરાતી સ્કુલ બસ તથા સ્કુલ વર્ધીની વાનમાં થતા પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ

Pravin Dabhani
0

શાળાથી બાળકોને લાવવા લઈ જવા વપરાતી સ્કુલ બસ તથા સ્કુલ વર્ધીની વાનમાં થતા પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપવા વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી તથા શિક્ષણ વિભાગ દ્વારા વખતો વખત પરિપત્રો કરવામાં આવ્યા છે. આ પરિપત્રોની નકલો આ સાથે સામેલ છે. વધુમાં CBSC દ્વારા પણ બાળકોની સલામતી માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના અનુસંધાનમાં નીચે પ્રમાણે સંકલિત સૂચનાઓ આપવામાં આવે છે.

સૂચનાઓ:
૧. સ્કુલ બસ બાબતમાં સૂચનાઓ

૧.૧ બસના બાહય ભાગ અંગે:

(એ) સ્કૂલ બસને પીળો કલર કરેલ હોવો જોઈએ અને બસની બંને બાજુ સ્કૂલનું નામ સ્પષ્ટ અને મોટા અક્ષરે લખેલું ભેવુ જોઈએ. જેથી સ્કૂલ બસને ઓળખી શકાય.

(બી) શાળાના બાળકોને લઈ જતી સ્કૂલ બસની આગળ અને પાછળ સ્કૂલ બસ' એવું સ્પષ્ટ અને મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ જો બસ ભાડે લીધેલ હોય/ભાડાની હોય તો, સ્કૂલ વર્ધી માટે* એવું સ્પષ્ટ લખેલું હોવું જોઈએ.

(સી) ડ્રાઈવરની માહિતી(નામ, સરનામું, લાઈસન્સ નંબર, ભેજ નંબર) અને શાળાનો કે બસ માલિકનો ટેલીફોન હેલ્પલાઈન નંબર અને રજીસ્ટ્રેશન નંબર, વાહનની અંદરની અને બાહરની તરફ સ્પષ્ટ દેખાય એ રીતે કોન્ટ્રાસ્ટ રંગમાં લખેલ હોવા જોઈએ તે બસમાં મુસાફર અને પબ્લીકને સ્પષ્ટ દેખાય એવી રીતે લખેલ હોવું જોઈએ કે જેથી જરૂરીયાતના સમયે સ્કૂલ સત્તાવાળાઓ, પોલીસ કે અન્ય સત્તાધીકારીઓને માહિતગાર કરી શકાય

૧.૨ બસના આંતરિક ભાગ અંગે:

(એ) બસની બારીઓ પર આડી પટ્ટીઓ અને જાળી હોવી જોઈએ.

(બી) બસના દરવાજા પર વિશ્વસનીય લૉક હોવા જોઈએ.

(સી) દરેક સ્કૂલ બસમાં આપાતકાલીન સમયે બહાર જવા માટેનો દરવાજો હોવો જ જોઈએ તે જવાબદારી

સ્કૂલ સત્તાવાળાઓએ સુનિશ્વિત કરવાની રહેશે. (ડી) સ્કૂલ બસમાં સ્પીડગવર્નર લગાવેલ હોવું જોઈએ કે જેની ગતિ મર્યાદા ૪૦ કી.મી. પ્રતિ કલાકની હોય

(ઈ) દરેક સ્કૂલ બસમાં ABC પ્રકારના ૫ કિલોની ક્ષમતાવાળા અને ISI પ્રમાણિત કરાયેલ હોય એવા બે અગ્નિશામક હોય એ સ્કૂલ સત્તાવાળાઓએ સુનિશ્વિત કરવાનું રહેશે.જેમાંથી એક ડ્રાઈવર કેબીનમાં અને બીજી આપાતકાલીન દ્વાર પાસે રાખવું જેના વપરાશ અંગેની તાલીમ ડ્રાઈવર, કંડકટર, એટેન્ડન્ટને આપેલ હોવી જોઈએ.

(એફ) સ્કૂલના બાળકોની સાવચેતી માટે સ્કૂલબસની બેઠકો બિન દહનશીલ પદાર્થમાંથી બનાવેલી હોવી જોઈએ.

(જી) GPS સીસ્ટમ અને CCTVની વ્યવસ્થા દરેક સ્કૂલ બસમાં ફરજીયાત હોવા જોઈએ.બસના માલિકે એ સુનિશ્વિત કરવાનું રહેશે કે લગાવેલ GPS અને CCTV હંમેશા કાર્યરત અવસ્થામાં જ રહે.

૧.૩ બસમાં સગવડ/સુવિધાઓ

(એ) સ્કૂલ બસમાં એક પ્રાથમિક સારવાર પેટી અને પીવાનું પાણી હોવું જોઈએ.

(બી) સ્કૂલબેગને સલામત રાખવા/મુકવા માટે સીટની નીચે જગ્યા હોવી જોઈએ અથવા સ્કૂલ બસની અંદર યોગ્ય જગ્યા હોવી જોઈએ.

(સી) સ્કૂલ બસમં એલાર્મ બેલ/ઘંટડી અને મોટા અવાજ વાળું ધ્વનિસંકેત સાધન હોવા જોઈએ કે જેથી

આપત્તિ/કટોકટી ના સમયે દરેકને ચેતવણી આપી શકાય/ચેતવી શકાય.

(ડી) સ્કૂલ બસમાં પડદાં લગાવવા નહિ તેમજ કાચ પર ફિલ્મ લગાડવી નહિ.

(ઈ) સ્કૂલ બસમાં અંદર પુરતું અજવાળું હોવું જોઈએ.

(એફ) સ્કૂલ બસ જ્યારે રોડ પર જતી હોય ત્યારે અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન હોવી જોઈએ.

૧.૪ બસમાં બાળકોની સલામતી માટે મહત્વની સૂચનાઓ:

(એ) માન્યતા પ્રાપ્ત સ્કૂલોએ રાજ્ય વાહનવ્યવહાર વિભાગ દ્વારા સુચિત કરેલ માન્ય મંજુરી ન ધરાવતી તેમજ આવશ્યક શરતોનું પાલન ન કરતી બસ પછી તે ભાડેથી લીધી હોય કે પોતાની માલીકીની બસ હોય, તેનો બાળકોને લાવવા લઇ જવા માટે ઉપયોગ ન કરવો..

(બી) મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ પ્રમાણે સ્કૂલબસ અને સ્કૂલબસનાં મુસાફરોનો માન્ય વીમો ટેક્ષ.પરમીટ, પીયુસી, ફીટનેશ હોવો જોઈએ.ડ્રાઇવર પાસે અધિકૃત ડ્રાઇવીંગ લાયસન્સ હોવુ જોઇએ.

(સી) દર વર્ષે ડ્રાઇવરની શારીરિક તપાસ અને આંખોની તપાસ થવી જોઈએ અને અધિકૃત સત્તાધીશ પાસેથી મોટર વ્હીકલ એક્ટ - ૧૯૮૮માં જણાવ્યા પ્રમાણેનું શારીરિક યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ.

(ડી) લાલ બત્તી/રેડ સિગ્નલની અવગણના કરવી,લેન ડ્રાઇવીંગ શિસ્તભંગ કે અનધિકૃત વ્યક્તિને વાહન ચલાવવા આપવું વગેરે જેવા ટ્રાફિક ગુનાઓમાં બે થી વધુ વખત સંડોવાયેલ હોય તેવા ડ્રાઇવરને કર્મચારી તરીકે સ્કૂલ સત્તાવાળાઓ રાખી શકશે નહીં.

(ઇ) ખુબ જ ઝડપી તેમજ ખતરનાક રીતે વાહન ચલાવવા માટે અથવા ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪એ અથવા POSCO (પોસ્કો) એક્ટ ફોજદારી કાયદા હેઠળ ગુનાહિત કરેલ હોય. તેવા ડ્રાઇવરને સ્કુલ શકશે નહીં. ઇન્ડિયન પિનલ કોડની કલમ ૨૦૧૨ હેઠળ અથવા અન્ય કોઈ સત્તાવાળાઓ કર્મચારી તરીકે રાખી

(એફ) વાહનવ્યવહાર વિભાગ દ્વારા આપવામાં આવેલ માન્ય જાહેર સેવા માટેનાં વાહન ચલાવવા અંગેનો ફોટાવાળો બેજ' હોય તેવા ડ્રાઇવરે જ વાહન ચલાવવું જોઈએ.

(જી) ગુજરાત મોટર વ્હીકલ્સ રૂલ્સ, ૧૯૮૯ ના નિયમ ૧૧૯ મુજબ જો વિદ્યાર્થીની ઉંમર ૧૨ વર્ષથી ઓછી હોય તો, માન્યતા પ્રાપ્ત બેઠક ક્ષમતાના બમણાથી વધારે વિદ્યાર્થીઓનું વહન કરવું નહી/બેસાડવા नहीं.

(એચ) મોટર વ્હીકલ એક્ટ - ૧૯૮૮ મુજબ સ્કૂલબસની રોડ પર ચલાવવા માટેની યોગ્યતા હોય તેવું સ્કૂલબસની યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર (ફીટનેશ) સમયાંતરે મેળવવાનું રહેશે.

(આઈ) કોઈપણ સ્કૂલ સત્તાધારી અને/અથવા સ્કૂલબસ ડ્રાઈવર મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ અને તેમાં

સમાવિષ્ટ નિયમો ઉપરાંત, બોર્ડ, રાજ્ય સરકાર અને કોર્ટની સુચનોનું ઉલ્લંઘન કરતાં મળશે તો કાયદાકીય પગલા ને પાત્ર રહેશે.

(જે) જ્યાં સ્કૂલબસ ભાડે લેવામાં આવી હોય તો. સ્કુલ સત્તાધિકારીઓએ માલીક સાથે માન્ય કરાર કરવો અને આ કરારની નકલ સ્કૂલબસ ચલાવતા ડ્રાઇવરે સાથે રાખવી.

(3) વિદ્યાર્થીઓના નામ, ધોરણ, રહેઠાણનું સરનામું, બ્લડ ગ્રુપ, બસમાં ઉભા રહેવાના સ્થળો, માર્ગ યોજના (રૂટ પ્લાન)ની માહિતી/વિગતો ધરાવતું રેકર્ડ હંમેશા સ્કૂલબસ કંડક્ટર પાસે સ્કૂલબસમાં તૈયાર રાખવું જોઈએ.

(એલ) જ્યારે પણ સ્કૂલના બાળકોનું પરિવહન કરારથી કરવામાં આવતું હોય ત્યારે, વાહનના માલિકે આ અંગેની જાણ ડ્રાઇવરના નામ અને વાહનની વિગત સાથે ક્ષેત્રિય પોલીસ સ્ટેશન અને જિલ્લા ટ્રાફિક પોલીસને સ્પષ્ટ જણાવવાની રહેશે.

(એમ) સ્કૂલબસ ચલાવતી વખતે ડ્રાઇવર મોબાઈલ ફોનનો વપરાશ કરી શકશે નહી અને વિદ્યાર્થી તેમજ સ્ટાફ સાથે વધારે પડતી ક્રિયાપ્રતિક્રિયા / વાર્તાલાપ કરી શકશે નહીં.

(એન) સ્કૂલબસ ચાલતી હોય ત્યારે તેના દરવાજા બંધ રહે એ સ્કૂલ સત્તાવાળાઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે. (ઓ) સ્કૂલબસમાંથી જ્યારે સ્કૂલના બાળકો ચઢતાં અને ઉતરતાં હોય ત્યારે, સ્કૂલબસ સ્થિર હાલતમાં હોવી જોઈએ.

(પી) ડ્રાઇવરની ડ્રાઇવિંગ કુશળતામાં વધારો થાય તે માટે સમયાંતરે રિફ્રેસર તાલીમ આપવી. (દા.ત. વર્ષમાં બે વાર)

(કયું) નશાની હાલતમાં ડ્રાઈવર સ્કૂલબસ ચલાવી શકશે નહી. આ બાબતે નિયમિતપણે તપાસ સ્કૂલ સત્તાધીશોએ કરવી. જો કોઈ વાંધાજનક જણાય તો, સ્કૂલબસના ડ્રાઇવરની તબીબી તપાસ થવી જોઇએ અને જરૂર લાગે ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવા સુધીના પગલાં લેવા જોઈએ.

(આર) સ્કૂલ સત્તાધીશોએ દરેક સ્કૂલ બસમાં એક મોબાઈલ ફોન પુરો પાડવો કે જેથી આપત્તિના સમથે સ્કૂલબસનો સંપર્ક થઈ શકે અથવા ડ્રાઈવર કે કંડક્ટર પોલીસ, રાજ્ય સત્તાધીશો અને સ્કૂલ સત્તાધીશોનો સંપર્ક કરી શકે.

(એસ) સ્કૂલબસ જ્યારે સ્કૂલના બાળકોને લઇ જઇ રહી હોય ત્યારે આ બસ અન્ય વાહનોને ઓવરટેક ના કરે તે સ્કૂલ સત્તાવાળાઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે.

(ટી) માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા નિયમિત સમયાંતરે રોડ સેફ્ટી મેળા, ટીમ પ્રોજેક્ટના કાર્યક્રમો, રોડ સેફ્ટી ક્લબનું આયોજન થતુ રહે તે ઇચ્છનીય છે. વધુમાં સ્કૂલ સત્તાધીશોએ વિદ્યાર્થીઓનાં માર્ગ

સલામતી સપ્તાહ દરમ્યાન નાટક અને પ્રદર્શન જેવા આયોજન કરે અને જાહેર જનતામાં જાગૃતિ લાવે તે માટે પ્રોત્સાહિત કરવા જોઇએ.

(યુ) માતા-પિતા કે વાલી બાળકોને શાળાએ લાવવા લઇ જવા ટ્રાન્સપોર્ટ વર્ગ (પીળી નંબર પ્લેટ) માં નોંધાયેલા વેલીડ પરમીટ થર્ડપાર્ટી તથા બાળકોનો વેલીડ વીમો, વેલીડ પીયુસી, વેલીડ ફીટનેશ સર્ટી. ધરાવતા અને અધિકૃત ડ્રાઇવીંગ લાયસન્સ ધરાવતા ડ્રાઇવર દ્વારા હંકારતા વાહનનો જ ઉપયોગ કરવો. સ્કૂલબસ ભાડે લેવામાં આવી હોય તો પણ આ સૂચનાઓ વાહનના ઓપરેટરને તેમજ સ્કુલ સત્તાવાળાઓને સરખી રીતે લાગુ પડશે. આ સુચનાઓનું પાલન નહિ થયાનું ધ્યાનમાં આવશે તો બસની પરમીટ મોટર વ્હીકલ્સ એક્ટ, ૧૯૮૮ની કલમ-૮૬ અનુસાર સસ્પેન્ડ અથવા રદ કરવા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. જેની સ્પષ્ટ નોંધ લેવી.

૨. સ્કુલ વર્ધી માટે વપરાતી ઓટો રીક્ષા, વાન વગેરે માટે સૂચનાઓ

મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને શાળાએ લઇ જવા- લાવવા માટે ખાનગી માલિકીની ઓટોરીક્ષા, વાન વગેરેની સેવા ભાડેથી મેળવતા હોય છે. જે અન્વયે બાળકોની સલામતી માટે અત્રેથી વખતો વખત જરૂરી પરિપત્રો કરવામાં આવ્યા છે. આ રીતે થતા પરિવહનમાં બાળકોની સલામતી જળવાય તે રીતે પરિવહન કરવા નામદાર ગુજરાત હાઇકોર્ટ પણ અલગ અલગ કેસોમાં વિવિધ દિશાનિર્દેશો આપેલા છે. આ તમામના અનુસંધાને નીચે પ્રમાણે સંકલિત સૂચનાઓ આપવામાં આવે છે.

ડ્રાંઇવીંગ લાયસન્સ હોવું જોઇએ સ્કુલના બાળકોને ભાડેથી લઈ જવા દરેક વાહનની આગળ-પાછળ સ્કુલ રીક્ષા. સ્કુલ વાન એમ થથાપ્રસંગ સ્પષ્ટ અને મોટા અક્ષરે અવશ્ય લખવું જોઈએ.

(સી) જો આ વાહન બાળકો માટે ભાડેથી ફરતું હોય તો તેની પર સ્કુલવર્ધી એમ સ્પષ્ટ દેખાય તે પ્રમાણે લખવું જોઈએ.

(ડી) દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી બિનચૂક ફરજીયાત રાખવી જોઈએ.

(ઈ) દરેક વાહનમાં જરૂરી અગ્નિશામક સાધનો ફરજીયાત રાખવા જોઈએ.

(એક) આવા વાહન ઉપર તેના માલિકનું નામ અને ટેલીફોન નંબર અવશ્ય લખેલા હોવા જોઈએ.

(જી) સ્કુલવાનના બારણાસારી ગુણવત્તાવાળા તાળાઓથી બંધ કરવા જોઈએ,

(એચ) દરેક વાનમાં સ્કુલ બેગ સલામત રાખવા માટે જરૂરી જગ્યા રાખવી જોઈએ.

(આઈ) ઓટોરીક્ષામાં તથા વાનમાં ઉતારું કમ્પાર્ટમેન્ટવધારાની બેઠક વ્યવસ્થા કરવાની રહેશે.

(જે) સીટ કુશન સાદી સપાટીવાળું લેવું જોઈએ. વાંકીચુકી સપાટીવાળું હોવું જોઈએ નહિ.

(કે ) વાનમાં ઉતારું કમ્પાર્ટમેન્ટમાં બારીઓએવી ડીઝાઇનવાળી જાળીથી કાયમી રીતે બંધ કરવી જોઈએ કે જેથી જાળીમાંથી બાળકોનો કોઈ અવયવ બહાર આવી શકે નહિ.

(એલ) વાહનમાં બલબ હોર્ન બેસાડેલ હોવું જોઈએ. અને આવું હોર્ન હંમેશા ચાલુ હાલતમાં હોવું જોઈએ.

(એમ) આવું વાહન કલાકમાં ૨૦કી.મી. કરતા વધુ ઝડપે ચલાવી શકાશે નહિ.

(એન) વાહનમાં બાળકોના દફતર ડાબી તથા જમણી બાજુએ બહાર લટકાવી શકાશે નહિ.

(ઓ) વાહન ઉપર આગળની બાજુએ, ડાબી બાજુએ. જમણી બાજુએ તથા પાછળના ભાગમાં પીળા બેકગ્રાઉન્ડ ઉપર લાલ રંગમાં સ્કુલ વાન શબ્દ ચિતરવાના રહેશે.

(પી) ડ્રાઈવરની સીટ ઉપર કોઈપણ બાળકને બેસાડી શકાશે નહિ.

(કયું) ગુજરાત મોટર વ્હીકલ્સ રૂલ્સ, ૧૯૮૯ ના નિયમ ૧૧૯ મુજબ સ્કુલવર્ધીના વાહનોમાં ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ૧ સીટ દીઠ બે બાળક બેસી શકે તેવી કાયદાકીય જોગવાઈ છે. આનાથી વધારે બાળકો બેસાડી બાળકોનું પરિવહન કરતા વાહનો સામે કડક ચેકિંગ કરવું.

(આર) ખાનગી રજીસ્ટ્રેશન (પાસીંગ) ધરાવતા વાહનોમાં ભાડેથી બાળકોને લાવવા અને લઇ જવા એ મોટર વહીકલ્સ એક્ટ, ૧૯૮૮ની કલમ-૩૯ અને ૧૯૨એ હેઠળનો ગંભીર ગુન્હો છે અને આવું વાહન કલમ ૨૦૭ નીચે ડીટેઈન થઇ શકે છે. તેથી આવા વાહનો ડીટેઈન કરી તેમનું રજીસ્ટ્રેશન રદ્દ મોટર વ્હીકલ્સ એક્ટ, ૧૯૮૮ની કલમ-૫૩ અનુસાર સસ્પેન્ડ કરવા પગલા લેવા.

અગત્યની લીંક

શાળાથી બાળકોને લાવવા લઇ જવા વપરાતી સ્કુલ બસ તથા સ્કુલ વર્ધીની વાનમાં થતા પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ બાબત અગત્યનો પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !